Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ પદે ફારૂકભાઇ ઝીણાની વરણી.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ પદે હથોડા ગામના ફારૂકભાઇ ઝીણાની વરણી થતાં કાર્યકરોએ વરણીને આવકારી અભિનંદન આપ્યા છે.

સુરત જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ ઈકબાલભાઈ કરોડિયા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ ઇરફાનભાઇ મકરાણી, મહંમદ જે.પી, અકબરભાઈ જમાદાર સહિતના આગેવાનો એ પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલના આદેશ અનુસાર માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ પદે હથોડા ગામના પૂર્વ ઉપ સરપંચ અને હાલમાં ઓલપાડ કાંઠા સુગરના ડિરેક્ટર તરીકે સેવા આપતા ઉત્સાહી કોંગ્રેસ કાર્યકર ફારૂકભાઇ ઝીણાની વરણી કરવામાં આવી હતી. કાર્યકરોએ વરણીને આવકારી નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપ્યા હતા તેમજ તરસાડી નગર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ મંન્સૂરી અને જિલ્લા લઘુમતી સેલના ઉપપ્રમુખ તરીકે સલીમભાઈ મામુની નિયુક્તિ કરવામાં આવી હતી નવા વરાયેલા હોદ્દેદારોનું આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

ProudOfGujarat

નર્મદા પોલીસે  લોકડાઉન દરમિયાન 1341 વાહનો ડિટેઈન કરી રૂ. 2,31,800/- દંડ કર્યો.

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!