Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ મુકામે આઇ.ટી.આઇ માં વયનિવૃત્ત થતા ક્લાર્ક પઠાણ સાહેબનો નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કાયૅમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત આઇ ટી આઇમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહેલા પઠાણ વિલાયતખાન અનવરખાન વયનિવૃત્ત થતા તેઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ ટાઉનહોલમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ, સેક્રેટરી મેહબુબ ગુલામ રાવત, મહેબુબ યુસુફ પટેલ (કેનેડા), ઈસ્માઈલ આદમજી વકીલ સંસ્થાના અન્ય હોદ્દેદારો સભ્યો હાજર રહ્યાં હતાં.

એસપી મદ્રેસા ગર્લ્સ બોયઝ હાઈસ્કુલના આચાર્ય સ્ટાફ, આઈટીઆઈનો સ્ટાફ, ગુલામ પટેલ પ્રાથમિક શાળાનો સ્ટાફ, બાળકો હાજર રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિવૃત્ત થતા પઠાણ સાહેબને મોમેન્ટો શાલ ઓઢાડી સ્મૃતિપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. મહેમાનોએ પોતાના વક્તવ્યમાં તેઓની સેવાને બિરદાવી હતી. પઠાણ સાહેબે એકવીસ વર્ષ સુધી આઈ ટી આઈ માં ક્લાર્ક તરીકે છ વર્ષ ટ્રસ્ટમાં સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સલીમભાઈ પાંડોર સાહેબે કર્યું હતું, જ્યારે આભારવિધિ વિજયભાઇ પટેલે આટોપી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ તેઓની ફેમિલિ સાથે ઉમરાહ કરવા જનાર હોઈ સંકુલના આચાર્યો, સ્ટાફ દ્વારા પુષ્પ આપી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં તસ્કરોએ ચોરીના બનાવો અંગે વિસ્તારોના વારા બાંધ્યા જાણો કેવી રીતે ??

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થવાથી દોડધામ, ફાયર વિભાગ ઘટના સ્થળે ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!