માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં સંખ્યાબંધ ગરીબ મધ્યમ વર્ગના પરિવારના રેશનકાર્ડ પર સરકારી તંત્ર દ્વારા ગેસ કનેક્શન મળી ગયાની મોહર મારી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં સંખ્યાબંધ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન મળ્યા નથી અને પહેલા કેરોસીન મળતું હતું તે પણ ગેસ કનેક્શન મળ્યાની મોહર રેશનકાર્ડ પર લાગી જતા મળતું નથી. આ બાબતે માંગરોળના કોંગ્રેસી આગેવાન દ્વારા સંકલન સમિતિમાં કલેકટર સમક્ષ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ દરેક ગરીબ મધ્યમ વર્ગના પરિવારને ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે પરંતુ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં સંખ્યાબંધ ગરીબ મધ્યમ વર્ગના કેટલાક પરિવારોના રેશનકાર્ડ પર ગેસ કનેક્શન મળી ગયાની મોહર સરકારી તંત્ર દ્વારા મારી દેવામાં આવી છે જેથી આવા પરિવારને કેરોસીન પણ આપવામાં આવતું નથી જેથી ગેસ કનેક્શન મળ્યા નથી તેવા ગરીબો મામલતદાર કચેરી અને ગેસ એજન્સી ઉપર ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ વર્ષો વીતવા છતાં સરકારી તંત્ર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લાભથી વંચિત લોકોની ફરિયાદ સાંભળવામાં આવી નથી આવી તાલુકામાંથી અનેક ફરિયાદો તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રકાશભાઈ ગામીત અને સાહબુદીનભાઈ મલેકને મળતા તેમણે આ બાબતે ગેસ કનેક્શનથી વંચિત રહેલા ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની મુલાકાત લીધી હતી અને સત્ય હકીકત તેમણે જાણી હતી તેમણે જણાવ્યું કે સરકારી તંત્ર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના કેટલાક લોકોના રેશનકાર્ડ ઉપર ગેસ કનેક્શન મળી ગયાની મોહર મારવામાં આવી છે જેથી તેઓને કેરોસીન મળતું હતું તે પણ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ગેસ કનેક્શન માટે અનેકવાર એજન્સીઓના ધક્કા ગરીબ લોકો ખાઈ રહ્યા છે પરંતુ આ બાબતે એજન્સીના જવાબદારો દ્વારા તેઓની વાત સાંભળવામાં આવતી નથી જેથી આખરે અમે આ મુદ્દે સુરત જિલ્લા સંકલન સમિતિમાં અમારો પ્રશ્ન રજૂ કર્યો છે અને પ્રશ્નોનું નિરાકરણ કલેકટર દ્વારા કરવામાં આવે તેવી અમે આશા અપેક્ષા રાખી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ