મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત મહિલા શિક્ષકોની ટુર્નામેન્ટ કઢૈયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હતી. જેમાં તાલુકાની 5 ટીમોએ ભાગ લીધો હતો. મેચનું ઉદ્ઘઘાટન ગામના સરપંચ બેનશ્રી પ્રતિભાબેન અનિશભાઈ પટેલ, T.P.E.O સાહેબ કેતનભાઇ કે ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.
B.R.C.CO હિતેન્દ્રભાઈ, તાલુકા સંઘના પ્રમુખ બીપીભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલચંદ્ર પટેલ, સંઘના મંત્રી અશ્વિનભાઈ એસ.પટેલ, ટીચર સોસાયટીના પ્રમુખ મહેશભાઈ જે સોલંકી, મંત્રી રાકેશભાઈ આર ચૌધરી, શિક્ષક જ્યોત સંપાદક મંડળના સભ્ય ધીરુભાઈ પટેલ, કાર્યવાહક પ્રમુખ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ હરિસિંહભાઈ પરમાર, મંત્રી અશ્વિનભાઈ એસ.પટેલ, તેમજ તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પાંચ ટીમ પૈકી મહુવા ઇલેવન તથા ગુણસવેલ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ, જેમાં મહુવા ઈલેવન ચેમ્પિયન થઈ જ્યારે ગુણસવેલ ઇલેવન રનર્સઅપ રહી, વુમન ઓફ ધ સીરીઝ મીનાબેન આહીર, જેમણે ત્રણ મેચમાં 111 રન કર્યા, એક વિકેટ ઝડપી હતી. વુમન ઓફ ધ મેચ વિભાબેન પટેલ 96 રન, ફાઇનલમાં 20 રન. બેસ્ટ બોલર પ્રજ્ઞાબેન પટેલ 96 રન સાથે બે વિકેટ ઝડપી હતી. તમામ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. જિલ્લા કક્ષાએ પણ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી જિલ્લા સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલચંદ્ર ટી. પટેલ દ્વારા ખાતરી આપવામાં આવી. ડી.પી.ઓ તથા બીપીનભાઇ અને બીઆરસી દ્વારા ટીમ જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારો દેખાવ કરે એવી શુભકામનાઓ પાઠવી. આ ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટેની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી કઢૈયા પ્રા. શાળાના આચાર્ય કમલેશભાઈ અને તેમની ટીમે સુંદર વ્યવસ્થા કરેલ હતી. અંતે હરિસિંહભાઈ પરમાર ઉપપ્રમુખ મહુવા તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
વિનોદ મૈસુરિયા : વાંકલ