Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેરાકુઈ ગામે ઓવરલોડેડ કપચી ભરેલા ટ્રક ડમ્પરોને કારણે વાહન ચાલકો પરેશાન.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સ્ટોન ક્વોરીમાંથી ઓવરલોડેડ પથ્થરો કપચી ભરી બેફામ દોડતા ટ્રક ડમ્પરોને ગ્રામજનોએ અટકાવ્યા હતા.

વેરાકુઈ ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી નજીકની સ્ટોન ક્વોરી માંથી પથ્થર કપચીનુ વહન કરતા ઓવરલોડેડ ટ્રક ડમ્પરોમાંથી આવરણના અભાવે રસ્તા ઉપર કપચી અને મોટા પથ્થરો પડી રહ્યા છે જેથી માર્ગ પરથી પસાર થતાં નાના વાહન ચાલકોને અકસ્માતો થઈ રહ્યા છે. આ મુશ્કેલીથી કંટાળી રોષે ભરાયેલા ગ્રામજનોએ પથ્થરો કપચીનું વહન કરતા ટ્રક ડમ્પરોને અટકાવ્યા હતા. આ સમયે મામલો ગરમાયો હતો, લોકોએ રસ્તા ઉપર પાડવામાં આવેલ પથ્થરો કપચીની સાફ-સફાઈ કરાવવાની માંગણી કરી હતી જેથી મજૂરો લાવી રસ્તા ઉપર પડેલા પથ્થરો અને કપચી જવાબદારો દ્વારા સાફ કરવામાં આવ્યા હતા તેમજ અકસ્માત નહીં સર્જાઈ તે માટે નિયમ મુજબ ટ્રક- ડમ્પરોમાં કપચી પથ્થર ભરી વહન કરવામાં આવે ત્યારે જ ગ્રામજનો વાહનો પસાર થવા દેશે તેવી સ્પષ્ટતા કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રામપુરા માંગરોલ ખાતે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે અફરાતફરી અને અવ્યવસ્થા, જીવના જોખમે નદી પાર કરતા ભક્તો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં રેમડીસીવીર ઇન્જેકશન મેળવવા અંગે કલેકટરે નાગરિકોને આપેલ સંદેશ…જાણો.

ProudOfGujarat

વડોદરા : ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઇ કરતાં ભેજાબાજો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!