વર્તમાન સમયે વિશ્વ ભરમાં કોરોના વાયરસના સંક્રમણની દહેશત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ આ વાયરસની અસરવાળા શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં હેલ્થ કર્મચારીઓને આ અંગે માહિતગાર કરવાની કવાયત હાથ ધરી છે. આ અંતર્ગત માંગરોળ તાલુકાની આરોગ્ય કચેરીમાં કોરોના રોગ અંગેની તાલીમ યોજાઈ હતી. આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી, માંગરોળ ખાતે તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓની એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના એપોડોમોલોજિસ્ટ તેમજ માંગરોળ તાલુકાના નોડલ ઓફિસર ડો.પરેશ સુરતી દ્વારા કોરોના વાયરસ તેમજ અન્ય બીજા રોગો વિશે સવિસ્તૃત માર્ગ દર્શન આપ્યું હતું. તાલીમના અંતે તાલુકા હેલ્થ અધિકારી ડૉ.શાંતાકુમારીએ તજજ્ઞો પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી.
Advertisement