માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાઈ મંદિર ખાતે આવેલ પંચ કુટીર હોલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગેનું જીવંત પ્રસારણ ભાજપના અગ્રણી આગેવાનો અને લોકોએ નિહાળ્યું હતું.
કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના અભિયાન હેઠળ દેશની અર્થવ્યવસ્થાને લોક સહયોગથી કેવી રીતે મજબૂત બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાંકલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, જીલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મુકુંદભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા, શૈલેષભાઈ મૈસુરીયા સહિત સંગઠનના મહત્તમ આગેવાનો, વિવિધ ગામના સરપંચો, મહિલા મોરચાની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. વડાપ્રધાનના અર્થ વ્યવસ્થા મજબૂતીકરણ અંગેનું જીવંત પ્રસારણ તમામે નિહાળ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલ ગામે પી.એમ. નું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગેનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું.
Advertisement