માંગરોળ તાલુકાનાં વિવિધ ગામોમાં ૨ ફેબ્રુઆરીના રોજ ઉત્સાહભેર મહાસુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી.
કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની250મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ તાલુકાનાં ભડકુવા, લવેટ, નાંદોલા, નાનીફળી, વેરાકુઇ, વડ, બોરસદ, આંબાવાડી, પાતલદેવી સહિતનાં કુલ ૨૫ જેટલા ગામોમાં ઉત્સાહભેર અને આનંદઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી રાત્રે સુધી ગામમાં ભગવાન કરુણાસાગરની પાલખી કાઢવામાં આવી હતી. વધુમાં વધુ દર્શનનો લાભ ગામનાં લોકોએ ઉઠાવ્યો હતો. આખા ગામમાં વાજતે-ગાજતે પાલખી ફેરવી મહા સુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement