Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે ભુખી નદી ઉપર નિર્માણ થયેલ બ્રીજનું લોકાર્પણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ઉપર રૂ. 164 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવતા માંગરોળ અને માંડવી તાલુકાના ૩૦ જેટલા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઇ છે.

વાંકલ ગામે ભુખી નદી ઉપરના ડુબાઉ પૂલના કારણે ચોમાસામાં વાહન વ્યવહાર અટકી જતો હતો જેથી માંગરોળ અને માંડવી તાલુકાના વિવિધ ગામના લોકો ભુખી નદી પર બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા હતા તેમજ બણભા ડુંગર ખાતે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ થતાં વાંકલ આંબા પારડી માર્ગ પર વાહન વ્યવહાર વધી ગયો હતો જેથી બ્રિજ બનાવવાની માંગ વધી ગઈ હતી. ધારાસભ્ય ગણપતભાઇ વસાવા એ લોક રજૂઆતના પગલે સરકારમાં ધારદાર રજૂઆતો કરતાં રાજ્ય સરકારે બ્રિજના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત રીતે લોકાર્પણ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા તેમજ ગામના સ્થાનિક આગેવાનો નારણભાઈ પટેલ, ઠાકોરલાલ ચૌધરી, દાઉદભાઈ પટેલ સોમાભાઇ ચૌધરી શૈલેષભાઈ મૈસુરીયા વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પ્રતીક ગાંધીની ફિલ્મને બૅન કરવાની માંગણી : વિવાદને ધ્યાનમાં રાખીને ફિલ્મનું નામ બદલાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે બાળકને માર મારવા બાબતે બે પરિવારો બાખડયાં.

ProudOfGujarat

રાજકોટ-મવડીમાં ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ-ઈન્દ્રપ્રસ્થ હોલ પાસેના ATMમાં ચોરીનો પ્રયાસ કરાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!