અમદાવાદના ધંધુકાના પ્રખર હિન્દુવાદી ગૌરક્ષક કિશન ભરવાડની હત્યા નજીવી બાબતે થોડા દિવસ પહેલા થતા સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે કિશન ભરવાડની 20 દિવસની દીકરીને ન્યાય અપાવવા અને તેમના હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. ભારતીય સનાતન હિન્દુ સમાજના ગૌ માતાને માતા તરીકે પૂજે છે. ત્યારે ભારત દેશમાં ગૌમાતાની હત્યાએ સનાતન હિન્દુ સમાજની હત્યા છે. ગૌહત્યા પર રાષ્ટ્રવ્યાપી સખત કાનૂન બનાવવામાં આવે તેમજ વારંવાર ગૌ ભક્તો ગૌરક્ષકો પરથતી નિર્મમ હત્યા તાત્કાલિક રોકવામાં આવે અને ગૌરક્ષકોના હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને ફાંસીની સજા આપવામાં આવેતે હેતુથી માંગરોળ તાલુકાના હિન્દુ સંગઠનો કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં મોસાલી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી જય શ્રી રામના નારા લગાવી સૂત્રોચ્ચાર કરી બાઇક રેલી તેમજ પગપાળા ચાલી માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસનભાઈ ભરવાડની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને મૃત્યુદંડની સજા કરવામાં આવે તેમજ ગૌ હત્યાના વિધર્મીઓ સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થાય જેથી આ પ્રકારનું કૃત્ય કરનારા પહેલા વિચાર કરે ગૌમાતા તથા ગૌરક્ષકો અને સુરક્ષા માટેના કડક બને તે અત્યંત જરૂરી બની ગયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માલધારી સમાજ, હિંદુ સંગઠન, કામદાર એકતા સેના, ગૌરક્ષા યુવા પ્રમુખ દ્વારા આવેદન સાથે માંગણી કરી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ : કિશન ભરવાડની ઘાતકી હત્યા કરતાં હિન્દુ સંગઠન કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન.
Advertisement