માંગરોળ તાલુકાની ભીલવાડા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદે પ્રવીણભાઈ ભુલાભાઈ વસાવા બિનહરીફ વિજેતા થયાં છે. ભીલવાડા સરપંચ જ્યોત્સનાબેન વસાવા, અને ઉપસરપંચ પ્રવીણભાઈ વસાવાની સ્થાનિક ગ્રામજનો પૂર્વ સરપંચ સુનિલભાઈ અમરતભાઈ વસાવા સહિતના આગેવાનોએ અભિનંદન આપ્યા હતા જ્યારે લવેટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદે શૈલેષભાઈ શૈલેષભાઈ છીડીયાભાઇ વસાવા બિનહરીફ વિજેતા બન્યા હતા સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો તાલુકા પંચાયત સદસ્ય દીપકભાઈ ચૌધરી કિરણભાઈ મહેશભાઈ ચૌધરી, સહિતના આગેવાનોએ વિજેતા ઉપ સરપંચને હારતોરા કરી અભિનંદન આપ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement