ઉપસરપંચ તરીકે અકબરભાઈ મુસાભાઈ પાંચભાયા (બિલાલભાઈ ) ની બિનહરીફ કરાયેલી વરણી મકસુદભાઈ માંજરા (લાલભાઈ) તેમજ અન્ય આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા.
આજરોજ માંગરોળ તાલુકાના મોસાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે માંગરોળ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર ગિરીશભાઈ પરમારની અધ્યક્ષતામાં મોસાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઇ વસાવાએ ચાર્જ સંભાળેલ હતો તેમજ ઉપસરપંચ તરીકે અકબરભાઈ મુસા ભાઈ પાંચભાયા (બિલાલભાઈ )ની બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. મોસાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા સભ્યો તેમજ અન્ય આગેવાનો હાજર રહયાં હતાં. મોસાલી ગામનાં મકસુદભાઈ માંજરા (લાલભાઈ), ગુલામભાઈ માંજરા, સોયબભાઇ માંજરા, ફારૂકભાઇ બાવા, અસલમભાઈ માંજરા, નાસીર મલેક, આસિફ પાંચભાયા, ગોરાભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યોને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવેલ હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ