Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં વાંકલ ખાતે સરકારી કન્યા છાત્રાલયના નવીન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાયું.

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સરકારી કન્યા છાત્રાલયના વિસ્તરણ કાર્ય અંતર્ગત રૂ.૧૬ કરોડના ખર્ચે નવીન બિલ્ડીંગનું આદિજાતિ વિકાસ, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી કન્યા છાત્રાલયમાં હાલ ૫૫૦ વિદ્યાર્થિનીઓ નિવાસ કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતા માંગરોળ તથા આસપાસના ઉમરપાડા, માંડવી, ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલીયા તાલુકા વિસ્તારની વિદ્યાર્થિનીઓ પ્રવેશથી વંચિત રહી જતી હતી. ઉપરાંત, વાંકલમાં આવેલી સ૨કારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અંદાજે ૪૦૦૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓને છાત્રાલયમાં સમાવી શકાય એવા આશયથી નવા ભવનના નિર્માણનું આયોજન આદિજાતિ વિભાગે કર્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આદિજાતિ સમાજની સુખસમૃદ્ધિ અને સુખાકારી માટે શિક્ષણ શ્રેષ્ઠ વિકલ્પ છે. સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નમૂનેદાર અને અદ્યતન વિદ્યાના મંદિરો સાકાર કરી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના યુવાનો માટે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં બહુવિધ શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરીને રાજ્ય સરકારે આદિવાસીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ અગ્રેસર કર્યા છે.

મંત્રીએ કુપોષણને નાથવાના રાજ્ય સરકારના પ્રયાસોને સહકાર આપી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા આદિજાતિ સમાજને આ તકે આહ્વાન કર્યું હતું. તેમણે સ્થાનિક વિસ્તારના નાગરિકોની સુખસુવિધા માટે અનેકવિધ વિકાસકાર્યોને સાકાર કરવામાં અથાગ પરિશ્રમ કરનાર જનપ્રતિનિધિ ગણપતસિંહ વસાવાની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. મંત્રી એ વાડી ગામ સ્થિત સૈનિક શાળાની પણ મુલાકાત લીધી હતી, અને અહીં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી સૂચન સહ માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામિત, કોસંબા એ.પી.એમ.સી. ચેરમેન દિલીપસિંહ રાઠોડ, સુરતના મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર અનિતા નાયક, દિપક વસાવા, રાજુ વસાવા,અફઝલ પઠાણ,દિનેશ સુરતી, આદિજાતિ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગના આટખોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા..!!

ProudOfGujarat

ભરૂચ : પોલીસનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરનારને પોલીસ ચોકી પર લાવતા વકીલાતનો રોફ જાળી પોલીસ સામે દાદાગીરી કરતા મામલો ગરમાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!