માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે બોલાચાલીના કેસમાં ધરપકડ નહીં કરવાના અવેજ પેટે ૪ હજારની લાંચ લેતાં એ.સી.બી. ગોઠવેલ ટ્રેપ માં રંગે હાથ ઝડપાઈ જતા સ્થાનિક પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગુનામાં ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની નિવૃતના માત્ર બે મહિના બાકી હતા. માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રવિણસિંહ શાંતુભા ગોહીલ અ.હે.કો વર્ગ-૩, નાઓ દ્વારા આ કામના ફરીયાદી અને તેના સગા વિરુધ્ધમાં માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મારા મારી તથા બોલાચાલી બાબતે અરજી થયેલી હતી. જે અરજી તપાસના કામે ફરીયાદી અને તેના સગાને તા.૧૨.૦૧.૨૦૨૨ના રોજ અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરી મામલતદાર સમક્ષ રજુ કરવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૪૦૦૦/- ની લાંચની માંગણી કરેલી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોય જેથી ફરિયાદી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ જેના આધારે એ.સી.બી એ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૪૦૦૦/- ની લાંચની રકમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલ લોખંડના ટાવર પાસે ફરીયાદી પાસેથી સ્વીકારીતા સ્થળ ઉપર હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ગોહિલ એસીબી એ ગોઠવેલા છટકામાં ઝડપાઇ ગયો હતો.
ઉપરોક્ત આરોપીને એ.સી.બી એ ડીટેઇન કરી રૂપિયા 4000 લાંચ ની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. ઉપરોક્ત ગુના કામે ટ્રેપીંગ અધિકારી આર.કે.સોલંકી, પો.ઇન્સ., સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
તેમજ સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ