Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ શાળાનું ગૌરવ

Share

પ્રતિ વર્ષ જી.સી.આર.ટી. ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતના સંયુક્ત ઉપક્રમે ઇન્સપાયર ઍવૉર્ડ- માનાક યોજના (INSPIRE AWARD SCHEME) અંતર્ગત વર્ષ 2021-22 માટે સુરત જિલ્લામાંથી 550 શાળાના 943 આઇડિયાનું એપ્રુવલ આપવામાં આવેલ હતું. તે પૈકી 63 આઇડિયા પસંદગી પામેલા છે જેમાં વાંકલ શાળા શ્રી એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ વાંકલના આચાર્ય અને વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધો. ૯ ની વિદ્યાર્થિની પઠાણ અલ્ફીયાબીબી અફસરખાન દ્વારા તૈયાર કરેલ કૃતિ “GLOVES WITH BRUSH પસંદગી પામેલ છે. આ વિદ્યાર્થિનીને અને તૈયાર કરાવનાર વિજ્ઞાનના તમામ શિક્ષકોને શાળાના આચાર્ય તથા વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ અને સમગ્ર શાળા પરિવારનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવે છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જ્યંતી નિમિતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!