Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગ૨ોળ ઉમ૨૫ાડાના મુખ્ય માર્ગોના નવીનીક૨ણ માટે રાજ્ય સરકારે રૂા.૨૦ ક૨ોડ મંજૂર કર્યા.

Share

માંગરોલ તથા ઉમરપાડા તાલુકાના મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે ગણપતભાઇ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે રૂા.૨૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા બંને તાલુકાના લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રાજ્યના મુખ્યમંત્રી આ ગ્રાન્ટ મંજૂર કરી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી બિસ્માર થયેલ માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના માર્ગો અન્ય માર્ગોને નવનિર્માણ કરવા તથા નવા કોઝવે માટે પ્રજાજનો દ્વારા વારંવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજુઆત કરાઈ હતી તે સંદર્ભે ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા તથા માંગરોળ તાલુકા સંગઠન પ્રમુખ મુકુન્દભાઈ પટેલ તથા બંને તાલુકા પંચાયતના પ્રમુખ ઓ ચંદનબેન ગામીત તથા શારદાબેન ચૌધરી તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને રજુઆત કરવામાં આવી હતી, જેથી તેમણે આ કામગીરીમાં અંગત રસ દાખવી રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા ઉપરોક્ત કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂા. ૨૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા પાતલદેવી ફાટકથી પાતલદેવી ગામ થઈ વાંકલ ઇસનપુર સુધીનો રોડ અંદાજીત રકમ 90 લાખ, લવેટ ગામથી ભડકુવા મેઇન રસ્તાથી પારસી ફળીયા સુધીનો રોડ અંદાજીત રકમ 70 લાખ, માંડળ ગામેથી વાડી સુધીનો રોડ અંદાજીત રકમ 110 લાખ (ચોખવાડા) થઈ વડપાડા મુખ્ય રસ્તાને જોડતો રસ્તો અંદાજીત રકમ 100 લાખ, કવનગાય – સટવાણ ચૌધરી ફળીયાનો રોડ અંદાજીત રકમ 115 લાખ, ચંદ્રાપાડા – ગોપાલીયા રોડ અંદાજીત રકમ 45 લાખ, વેલાછાથી શેઠી રોડ વાસોલી ગામથી આદિવાસી ફળીયાથી અંદાજીત રકમ 110 લાખ, બોરીદ૨ાથી કોસમડી રોડ અંદાજીત રકમ 165 લાખ, ચીમનભાઈ બેચરભાઈના ઘર તરફ જતો રસ્તો અંદાજીત રકમ 80 લાખ, કુંવરદા ખાતે બોક્સ કલવર્ટ ઓન જી એસ એફ.સી. ગેટથી ખાડીપાર અંદાજીત રકમ 85 લાખ, આંબાવાડી ખાડીપાર રોડ ઉપર પુલનુંકામ અંદાજીત રકમ 250 લાખ, આમલીદાબડા – બલાલકુવા સુધીના રોડ ઉપર પુલનું કામ અંદાજીત રકમ 250 લાખ, નાના સુત ખડકી એપ્રોચ રોડ ઉપર પુલનું કામ અંદાજીત રકમ 280 લાખના કામોને મંજુરી આપી હતી. ઉમરપાડા તથા માંગરોળ તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે. સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો બંને તાલુકાના લોકોએ આભાર વ્યકત કર્યો છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યાની ઘટનાઓ બની.

ProudOfGujarat

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!