Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલીમાં વર્ચ્યુઅલ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીમાં વર્ચ્યુઅલ માધ્યમથી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો હતો.
શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ તણાવ અને જીવનશૈલી સંબંધિત માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ, જીવનમાં પડકારોનો સામનો કરવા માટે તેમની માનસિક કઠિનતા વિકસાવવામાં મદદ કરવાનો છે. ખાસ કરીને આ મુશ્કેલ કોવિડ-19 ના સમયમાં આ પ્રોગ્રામ ચોક્કસપણે બધાનાં માટે એક વરદાન બની મનોસ્થિતિનું હકારાત્મક સંચાલન કરવામાં મદદ કરશે.

કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન દિવ્યા જૈન અને વિશેષ અતિથિ સચિવ એચ.પી.રાવ નું આચાર્યશ્રી વૈભવ અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલ સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ફોર્ટિસ નેશનલ મેન્ટલ હેલ્થકેરના ડિપાર્ટમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સના સભ્ય દિવ્યા જૈન (સ્પોર્ટ્સ એન્ડ કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ) વર્ચ્યુઅલ માધ્યમથી હજાર રહ્યાં. તેઓ મનોવૈજ્ઞાનિક સેવાઓ, માનસિક સ્વાસ્થ્ય અને વર્તણૂક વિજ્ઞાન વિભાગ, ફોર્ટિસ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના મેડિકલ કમિશનના સભ્ય પણ છે. આપણા પ્રખ્યાત ભારતીય ક્રિકેટરો શ્રી વીરેન્દ્ર સેહવાગ અને સંજય બાંગર દ્વારા સ્થાપવામાં આવેલ ક્રિકુરુના સહયોગથી આયોજિત આ એક વિશેષ વેબિનાર છે, જેમાં ડૉ. સમીર પાર્ક (ફોર્ટિસ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના ડિરેક્ટરના) નેતૃત્વ હેઠળ માનસિક કઠિનતા શીખવાની નવી વેબિનાર સેન્સિસ લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી.
દિવ્યા જૈન દ્વારા 4C’s વિશે તેમના પ્રવચનમાં જણાવ્યું કે ભણતરની સાથે સાથે રમતગમતને પણ મહત્તા આપવી જોઈયે. માતા-પિતા અને શાળાના સ્ટાફ સાથે વાર્તાલાપ કરી અને શિક્ષકોના પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર આપ્યો.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમા રખડા ઢોર ની સમસ્યા અંગે લોક જન શક્તિ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર છોડાતાં જીપીસીબી ને જાણ કરવામાં આવી.

ProudOfGujarat

રાજકોટ-લીમડાચોકમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબરો સગેવગે કરવાનો શંકા ના આધારે પોલીસ ના દરોડા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!