૧૫૬- માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વન અને આદિજાતિ વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ગણપતસિંહ વસાવા સાહેબના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે રિસર્ફેસિંગ ઓફ રટોટી થી વેરા કુઇ રોડ રૂ।.૪૫ લાખનું લોકાર્પણ, રિસર્ફેસિંગ ઓફ દેગડીયાથી ઝઘડીયા રોડ રૂ।.૩૬ લાખ, રિસર્ફેસિંગ ઓફ દેગડીયાથી ઝાખરડા રૂ।.૩૬ લાખનું લોકાર્પણ વેરાકુઇ પી.એસ.સી. માં સમાવિષ્ટ વસરાવી ગામે સબ સેન્ટર રૂ।.૨૦ લાખનું લોકાપર્ણ, માંગરોળ-વેરાકુઇ-ઝાબ-પાતળ વાઇડીંનીંગ કામ રૂ.૮૫૦ લાખનું લોકાપર્ણ, સિમિદ્ધા પી.એસ.સી. માં સમાવિષ્ટ કોસાડી ગામે સબ સેન્ટર રૂ.૨૦ લાખનું લોકાપર્ણ, સિમોદ્રા પી.એસ.સી. માં સમાવિષ્ટ આસરમા ગામે સબ સેન્ટર રૂ।.૨૦ લાખનું લોકાપર્ણ, વાંસોલી ગામે આદિવાસી ફળીયાથી ચીમનભાઇ બેચરભાઇના ખેતર સુધી રસ્તાનું કામ રૂ।.૬૦ લાખનું ખાત મહુર્ત તથા રીસર્ફેસીંગ ઓફ લીંબાડાથી મોટી પારડી રોડ રૂ।.૬૦ લાખનું ખાત મહુર્ત મળી કુલ રૂપિયા ૧૧.૪૭ કરોડના વિકાસના કામોનો લોકાપર્ણ/ખાતમહુર્ત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી દિપકભાઇ વસાવા, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઇ શાહ, સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઇ સુરતી, સુરત જિલ્લા પંચાયત સિચાઇ અને સહકાર સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, સુરત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધ્યક્ષ નયનાબેન સોલંકી, દિલિપસિંહ રાઠોડ ઍ.પી.ઍમ.સી. ચેરમેન કૉસમ્બ 1 માંગરોળ તાલુકા સંગઠન પ્રમુખ મુકુંદભાઇ પટેલ, માંગરોળ તાલુકા સંગઠન મહામંત્રી અર્જુનસિંહ રણા, રમેશભાઇ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર તથા તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઇ ગામીત, જીતુભાઇ જાદવ, તૃપ્તિબેન મૈસુરીયા, ડો.યુવરાજસિંહ સોનારીયા, ભૂમિબેન વસાવા, દિપકભાઇ ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલભાઇવાળા, તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર તથા મોટી સંખ્યામાં આજુબાજુ ગામના સરપંચઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ તાલુકામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાપર્ણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.
Advertisement