માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન G I P C L એકેડમીમાં વર્ચ્યુઅલ માધ્યમથી ગણિત- પ્રદર્શન યોજાયું હતું.
ગણિત પ્રદર્શન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને કુશળતાને પ્રતિબિંબિત કરવાની અને વિષય શિક્ષણમાંની રુચિને પ્રોત્સાહન આપવાની તક આપવાનો હતો. પ્રદર્શનનો હેતુ ગણિત વિષયનાં અંક જ્ઞાનને આધારે જીવનનાં દાખલા ગણાતા શીખવવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રામાનુજન પુરસ્કર્તા પ્રોફેસર નીના ગુપ્તા અને વિશેષ અતિથિ તરીકે સચિવ શ્રી એચ.પી.રાવ આ કાર્યક્રમમાં વચ્ચે માધ્યમથી હાજર રહ્યા હતા શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલ દ્વારા સ્વાગત કર્યું હતું. પ્રોફેસર નીના ગુપ્તાએ ગણિતશાસ્ત્રી રામાનુજનના જીવનકાળમાં તેમના અનુભવો અને જાપાની બાળકોની પરિસ્થિતિને અનુસંધાન જે અંગે જ્ઞાન આપી સમજાવ્યું હતું. આ સિવાય ગણિત વિષય પ્રત્યેની રુચિ તથા બીજા વિષય પ્રત્યેનો રસ પણ તેમણે દર્શાવ્યો હતો. ત્યારબાદ પ્રોફેસર નીના ગુપ્તા દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેમનાં દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓએ કરેલા કાર્યની પ્રશંસા કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં બનાવેલ પ્રોજેક્ટનું વિવરણ આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય અતિથિ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેના સંતોષકારક ઉત્તર પ્રોફેસર નીના ગુપ્તા દ્વારા આપવામાં આવ્યા હતા. અંતમાં શાળાના ગણિત વિષય શિક્ષક દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ