Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બોરસદ દેગડીયાના કોંગ્રેસી સરપંચ અને વડ, ગામના આગેવાનો ભાજપમાં જોડાતા ખેસ પહેરાવી આવકાર્યા.

Share

માંગરોળ તાલુકાની બોરસદ દેગડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના વિજેતા કોંગ્રેસી સરપંચ માલાભાઈ ગામીત અને વડ,ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ ચૌધરી સહિત ના આગેવાનો ભાજપમાં જોડાતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

બોરસદ દેગડીયા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ ની પેનલ ને હરાવી વિજેતા બનેલા સરપંચ માલાભાઈ ગામીત તેમજ અન્ય સભ્યો ધારાસભ્યશ્રી ના કાર્યાલય ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ગામીત ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાતા કેસરીયો ખેસ પહેરાવી આગેવાનોને પક્ષમાં આવકાર્યા હતા જ્યારે વડ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભરતભાઇ ચૌધરી તેમજ વડ ગ્રુપ ગ્રામ પંચાયત મા કુંડ કેવડી ફળિયામાં વોર્ડ સભ્ય તરીકે ચૂંટાયેલા નીતિનભાઈ વસાવા સહિતના આગેવાનો ભાજપમાં જોડાતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સહિતના આગેવાનોએ કેસરીયો ખેસ પહેરાવી તેઓને ભાજપ પક્ષમાં આવકાર્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અરવલ્લી : ઇસરી પોલીસે લકઝુરિયસ કારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની 60 બોટલ ઝડપી, બુટલેગરની પોલીસને હાથતાળી

ProudOfGujarat

ભરૂચ ભાજપમાં પાંચ બેઠકો માટે ૮૨ મેદાનમાં કોને મળશે ટીકીટ, કોણ કપાશે જેવી બાબતો ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બની..!!

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા વન વિસ્તારનાં ધાનપુર – ડુંગરવાંટ પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!