રાજ્યભરમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાની શરૂઆત થઇ છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતેથી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં મેગા વેક્સિનનેશન કાર્યક્રમ અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાથીઓને રસી આપવામાં આવી હતી. કોરોનાનાં નવા ઓમિક્રોન સામે રક્ષણ હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્યકર્મીઓ સવારથી જ ખડે પગે રહીને ફરજ બજાવી હતી.પ્રથમ દિવસે ૧૦૦૦ જેટલા લોકોને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયો છે.હાઇસ્કૂલનાં આચાર્ય પારસભાઈ મોદીએ પણ વિદ્યાર્થીઓને રસી લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં હાઇસ્કૂલના સ્ટાફે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો.ઉપરાંત માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરી હાજર રહ્યા હતાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement