સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં ઉમરપાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સગીર વયની તરૂણીને ઉપર ખ્રિસ્તી ધર્મના પાસ્ટર એ બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટનાનું રેકોર્ડિંગ તેની પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટનાના વિરોધમાં ઉમરપાડા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રમુખ વિમલભાઈ પટેલ આર એસ એસ ના કાર્યવાહક અરવિંદભાઈ વસાવા, અંતેશભાઈ વસાવા, અર્જુનભાઈ વસાવા સહિતના કાર્યકરોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડા મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મના ચર્ચના પાસ્ટર દ્વારા 16 વર્ષની તરૂણીને પિખી નાંખવાની ખુબ જ નિંદનીય ઘટના બની છે. આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ ખ્રિસ્તી ધર્મના ધાર્મિક કેન્દ્રો પર આવી ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે ખ્રિસ્તી ધર્મના ધાર્મિક કેન્દ્રો કાયમી ધોરણે પ્રતિબંધ મુકી બંધ કરવામાં આવે તેમજ આવી પ્રવૃત્તિઓ કરનારાઓને ખુલ્લા પાડવામાં આવે તેવી અમારી માંગ છે. સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ચર્ચોમાં થતી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અને જાતીય શોષણની પ્રવૃતિઓ પર પોલીસ તંત્ર નજર રાખે તે જરૂરી છે. સોનગઢમાં પાસ્ટર દ્વારા 16 વર્ષની તરુણી સાથે જે કૃત્ય આચરવામાં આવ્યું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કૃત્ય આચરનાર પાસ્ટર અને તેની પત્ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ