તા. ૩૦.૧૨.૨૦૨૧ ના રોજ માંગરોલ તાલુકાના નાની નરોલી મુકામે આવેલ જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ અને તેજસ આંખની હોસ્પિટલ માંડવીના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ મુકામે વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કોવિડ-૧૯ નાં નિયમોને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ. આ કેમ્પમાં દીપ ટ્રસ્ટના એન. આર. પરમાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એન.પી. વઘાસિયા, મેનેજર (સી.ડી), એમ. એન. ગઢીયા, મેનેજર (સિવિલ), એન. એચ. પરીખ, મેનેજર (એકાઉન્ટસ), ડો. વી. સી. સિંઘ, મેડિકલ ઓફિસર અને દીપ સ્ટાફ તથા તેજસ આંખની હોસ્પિટલ માંડવીના સહયોગી ડો. આકૃતિબેન, શ્રી પ્રદીપભાઈ, કેમ્પ ઓર્ગનેઝર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો.
સદર કેમ્પમાં આસપાસના કુલ ૬૦ ગામોના ૩૫૭ જેટલા દર્દીઓએ વીના મૂલ્યે ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૮૮ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા. આ રીફર પૈકી ૬૪ દર્દીઓને મોતિયાના ઓપરેશન અને ૨૪ દર્દીઓને અન્ય આંખના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત પાસે તેજસ આંખની હોસ્પિટલ માંડવીમાં દાખલ કરવામાં આવેલ. કેમ્પના દિવસે આંખોની તપાસ બાદ ૧૮૩ જેટલા દર્દીઓને ચશ્માનું અને ૧૦૦ જેટલા દર્દીઓને દવાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
વિનોદ મૈસુરીયા, વાંકલ.