માંગરોળ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં વકીલપરાને અલગ ગ્રામ પંચાયતનો દરજજો મળ્યો છે. ઉપરોક્ત ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે એચ એચ મહેતાની નિમણૂક કરાઇ છે. વાંકલ ગ્રામ પંચાયતમાંથી ઝરણી ગ્રામ પંચાયત બનતા વહીવટદાર તરીકે બંને ગામોમાં જ્યોતિષભાઈ વસાવાની નિમણૂક થઈ છે. લીડીયાત ગ્રામ પંચાયતમાંથી ભાટકોલ ગ્રામ પંચાયત અલગ બનતા વહીવટદાર તરીકે સી ડી ચૌધરીની નિમણૂક થઈ છે. કંટવા ગ્રામ પંચાયતમાંથી વાંસોલી ગ્રામ પંચાયત અલગ બનતા વહીવટદાર તરીકે વી એમ વસાવા નિમણૂક કરવામાં આવી છે. શેઠી ગ્રામ પંચાયતમાંથી પાણેથા ગ્રામ પંચાયત અલગ બનતા દિલીપસિંહ એફ છાસટીયાની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કુલ 10 ગ્રામ પંચાયતોમાં 5 વહીવટદારોની સંયુક્ત નિમણૂક કરવામાં આવી છે. આગામી એપ્રિલ માસમાં ઉપરોક્ત 10 ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેને લઇ વોર્ડ રચના સહિતની ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ