વાંકલમાં પાનેશ્વર દૂધ મંડળી દ્વારા સાત દિવસથી શેરડી કાપતા મજૂરો અને ગામના જરૂરિયાતમંદોએ એક ટંકનુ ભોજનનો 5000 લોકોએ લાભ લીધો. માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સાત દિવસ સુધી શેરડી કાપતા મજૂરો અને ગામના જરૂરિયાતમંદ 5000 જેટલાં લોકોએ ભોજનનો લાભ લીધો. પાનેશ્વર દૂધ મંડળીનાં કર્તાહર્તા અને જેમના સહકારથી સાત દિવસ સુધી લોકોને ભોજન આપવાની તૈયારી દાખવી હતી એવા ગામના વડીલ અને મોભી શ્રી નૌશીર ભાઇ પારડીવાળાનું સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. નૌશીર ભાઇ પારડીવાળાએ સાંઈ યુવક મંડળનો આભાર માન્યો હતો.
Advertisement