ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને એક પત્ર લખીને હાલમાં લેવાનારી હેડ કલાર્ક પરીક્ષાની પેપર લીક કેસમાં પેપર ફૂટી ગયું હોય તેની તપાસની માંગ સાથે આવેદનપત્ર મોકલવામાં આવ્યું. ગુજરાતના 88 હજાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ કેસમાં તપાસ એજન્સીઓ નાની માછલીઓને પકડી રહી છે અને મગરમચ્છ સરકારની પહોંચ બહાર છે. જેવા મુદ્દે પરીક્ષાર્થીઓ તેમના પરિવાર અને સામાન્ય જનતાના મનમાં રોષ ભભૂકી રહ્યો છે. બેકાર યુવાનો અનેક તૈયારીઓ કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ત્યારે આવા સમયમાં પેપર લીક થાય એ સરકારની ગંભીર બેદરકારી જોવા મળે છે. આ બાબતે તટસ્થ તપાસ થાય અને શિક્ષિત બેકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થાય એવી માંગ સાથે તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું રાજીનામું પણ માગી લેવું જોઈએ. એવી માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હરીશ વસાવાએ કરી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ