આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ, માંડવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તડકેશ્વર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.નરેંન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ડો.ભાવિક કણસાગરાની આગેવાની હેઠ્ળ, સુપરવાઇઝર સંદિપભાઇ ચૌધરી તેમજ આરોગ્ય ટીમ દ્વારા અલગ અલગ ગામોમા ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત-સાયક્લોથોન રાખવામાં આવેલ હતુ. જેમા ગામના ઘણા નાની મોટી ઉમરના લોકોએ ભાગ લીધો હતો.અને ૧ થી ૩ કીમી સુધી સાયકલ ચલાવીને તંદુરસ્ત રહેવા માટે સંદેશો આપ્યો હતો.
આયુષમાન ભારત યોજના હેઠળ, દરેક નાગરિકને કોઇ તકલીફ વિના એક સમાન રીતે ગુણવતાયુક્ત સારવાર સાતત્યપુર્ણ રીતે મળી રહે તેમાટે આરોગ્ય સુખાકારી પ્રવ્રુતિઓ પર સવિશેષ ભાર મુક્વામાં આવેલ છે. શારીરિક શ્રમ કરવાથી શરીરમાં “ હેપી હોર્મોન” ઉત્પન્ન થાય છે.છે.જે શરીરમાં ઉર્જા વધારે છે.તેમજ માનસિક તણાવ ઓછો કરે છે.અને તેમા પણ સાયક્લિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે.અને તેનાથી શારીરિક કાર્ય ક્ષમતામાં વધારો થાય છે.અને હ્રદય રોગની સમસ્યામાં પણ રાહત મળે છે. આમ “એક પેડ્લ બિન ચેપીરોગોની મુક્તિ માટે” ના સુત્રોથી લોકોએ ભાગ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ