માંગરોળ તાલુકામાં ભાજપનો ગઢ ગણાતી બે જેટલી ગ્રામ પંચાયતો લીંબાડા અને રણકપોર ગ્રામ પંચાયત પ્રથમવાર ભાજપ પાસેથી આંચકી લઈ કોંગ્રેસે મોટો આંચકો આપ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી બે ગ્રામ પંચાયતોમાં ભાજપ પ્રેરિત પેનલના સરપંચ વિજેતા બનતા આવ્યા છે પરંતુ ચાલુ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લિંબાડા ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના સમર્થનવાળી પેનલના ઉમેદવાર કામિનીબેન મહેશભાઈ વસાવાએ 628 મેળવી ભાજપ પેનલના ઉમેદવારોને પ્રથમવાર પરાજય આપ્યો હતો. જ્યારે રણકપોર ગ્રામ પંચાયતમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપ પ્રેરિત પેનલના સરપંચ વિજેતા બનતા હતા પરંતુ રણકપોર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ સમર્થિત પરિવર્તન પેનલના ધર્મેન્દ્રભાઈ ઇશ્વરભાઇ વસાવા વિજેતા 376 મત મેળવી 66 મતે વિજેતા બન્યા હતા. ભાજપનો ગઢ ગણાતી બંને ગ્રામ પંચાયતો કોંગ્રેસ પાસે જતા ભાજપે આંચકો અનુભવ્યો છે. જ્યારે બાજુની વેલાછા ગ્રામ પંચાયતમાં કનુભાઈ સોમાભાઈ રાઠોડએ ભવ્ય વિજય મેળવી ભાજપના ધુરંધરો ધૂળ ચાટતા કરી નાંખ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
ભાજપનો ગઢ ગણાતી લિંબાડા, રણકપોર, ગ્રામ પંચાયત કોંગ્રેસે આંચકી.
Advertisement