હરેન્દ્રસિહ ટી.પરમાર એડવોકેટને માંગરોળ (સુરત)ના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવેલ અને તેની રૂએ માંગરોળ બાર એશોસીએશનની ચુંટણીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ હતી. તારીખ-૨/૧૧/૨૦૨૧ ના રોજ માંગરોળ તાલુકા વકીલ મંડળની ચુંટણીના કામ અર્થે ચૂંટણી કમીશનર તરીકે ઠરાવ કરી નિમણુક કરવામા આવેલ હતી. ચૂંટણી કમીશનર તરીકે બાર કાઉનશીલ ઓફ ગુજરાતે નક્કી કરેલ નિતી નિયમો અનુસાર કાર્યવાહી કરી હતી. જેમા તારીખ-૧૩/૧૨/૨૦૨૧ ના રોજ ફોર્મ સ્વીકારેલ છે. જેમા નીચે મુજબના હોદ્દા માટે ફોર્મ ભરાયેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
પ્રમુખના હોદ્દા માટે-અશ્વિનસિહ બી.ઠાકોર, ઉપપ્રમુખ હોદદા માટે-કિરણસિંહ આઈ.પરમાર, સેક્રેટ્રીના હોદ્દા માટે-સિકંદર વાય, ઘાંચી, જોઈન્ટ સેક્રેટ્રીના હોદ્દા માટે-મીતેષકુમાર એ.રણા, ખચાનચીના હોદ્દા માટે મો-ઈલ્યાસ આઈ.સૈયદ. લાઈબ્રેરીઅનના હોદ્દા માટે રાધાબેન એસ.વસાવા એ ફોર્મ ભરેલ છે. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરેલ નથી. તથા ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તારીખે ૧૪/૧૨/૨૦૨૧ ના રોજ ૩.૦૦ કલાકના સમય સુધી કોઇ પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચેલ નથી, જેથી માંગરોળ બાર એશોશેસનના ચુંટણી કમીશનરે તમામ ઉમેદવારોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા.
ઉપરોકત ચુટણી બાબતે ચૂંટણી કમિશનર સમક્ષ વાંધા કે વિરોધ અરજી આજદીન સુધીમાં આવેલ નથી. જેથી ઉપરોક્ત તમામ ઉમેદવારોને ૨૦૨૧-૨૦૨૨ ની સાલ માટે નિરવિરોધ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ