Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપીને S.O.G. એ ઝડપી લીધો.

Share

માંગરોળ તાલુકાના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપી મહમદ અલી ઉર્ફે સૂર્યા હાસીમ મમજી ને S.O.G.ની ટીમે ઝડપી પાડયો હતો.

કોસાડી ગામના બેતાલીસ ગાળા ફળિયામાં રહેતો આરોપી મોહમ્મદ અલી ઉર્ફે સુર્યા હાસીમ મમજી વિરુદ્ધ ૬૪૦૦ કિલો ગૌમાંસનો ગુનો બે વર્ષ પહેલાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયો હતો. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો આ ગુનાની તપાસ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા એસ.ઓ.જી ને સોંપવામાં આવતા પો.ઇ.જે.કે.ધડુક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે S.O.G. ના એ.એસ.આઇ. કિરણસિંહ લક્ષ્મણસિંહ, અને પો.કો. આસિફખાન ઝહિરખાનને સંયુક્ત બાતમી મળી હતી કે આરોપી કીમ ચાર રસ્તા નજીક આવેલ સીટીઝન હોટલ પાસે ઉભો છે જેને આધારે અન્ય સહયોગી પોલીસ કર્મચારીઓ ગીરીરાજસિંહ અશોકસિંહ, વિરમભાઈ બાબુભાઈ, વગેરે એ ઉપરોકત સ્થળે તપાસ કરી આરોપી ને ઝડપી લીધો હતો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો

ProudOfGujarat

1 માસ બાદ મોદી ગુજરાત પ્રવાસે, 3 જિલ્લામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત; લોકસભા ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફુંકશે…

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં ૬૯૫ લાભાર્થીઓ મેળવે છે પાલક માતા-પિતા યોજનામાં સહાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!