Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરનો પટ પ્રતિષ્ઠા મહોત્સવ સંત રમેતીરામ અને સંત અજીત દાસ મહારાજના સાનિધ્યમાં યોજાશે. આ મંગલ અવસરના મુખ્ય મહેમાનપદે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહી કથા સત્સંગનો લાભ લેશે. દિવ્ય પરમગુરૂ શ્રીમંત કરુણા સાગર ભગવાન મંદિર પટ-પ્રતિષ્ઠા આયોજન સમિતિ એવમ સમસ્ત ભક્ત સમાજ કંટવાવ દ્વારા ઉપરોક્ત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10 થી આ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં મંગલા આરતી અખંડ કેવલ ધુન પ્રભાત ફેરી ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. તારીખ 11 ના રોજ સંતોનું આગમન થશે ત્યારબાદ કથા સત્સંગ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાશે. તારીખ 12 ના રોજ શોભાયાત્રા પટ પ્રતિષ્ઠા થશે મંગલ અવસરે ધાર્મિક સત્સંગનો લાભ લેવા માટે કાયમ પંથ ભક્ત સમાજ દ્વારા ધર્મપ્રિય લોકોને અપીલ કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં માંચ ગામ પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા,વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!