Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : દારૂના ગુનામાં સંડોવાયેલ ઝંખવાવ ગામનાં આરોપીને એસ.ઓ.જી એ ઝડપી લીધો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતો અને દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી મોહફિન ઉર્ફે કાણો સિદ્દીક મુલતાનીને એસ.ઓ.જી ની ટીમે ઝંખવાવ ગામના બજારમાંથી ઝડપી પાડયો હતો.

આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા કેટલાક સમયથી આરોપી નાસતો ફરતો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ એસ.ઓ.જી ના પી.આઈ જે.કે. ધડુક દ્વારા આરોપીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ્ટેબલ આસિફખાન ઝહિરખાન, રણછોડભાઈ કાબાભાઇને બાતમી મળી હતી કે આરોપી ઝંખવાવ ગામના બજારમાં આરોપીચાની લારી પાસે ઉભો છે જેને આધારે પોલીસ કર્મચારીઓએ ઉપરોકત સ્થળે રેડ કરતા આરોપી મોહફિન ઉર્ફે કાણો સિદ્દીક મુલતાની ઝડપાઈ ગયો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ધરમપુરમાં અંતરીયાળ અવલખાંડીમા ગાંજાની ખેતી પકડાતા ચકચાર : જિલ્લા એસઓજીની ટીમે સફળ ઓપરેશન પાર પાડયુ.

ProudOfGujarat

ઇન્ડિયન આઇડોલ ગ્રાન્ડ ફિનાલે 12 મી સીઝનની ટ્રોફી જીત્યો પવનદીપ રાજન.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!