Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે ગૌકથાની કળશ યાત્રા કાઢવામાં આવી.

Share

સુરત જીલ્લાનું માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સૌ પ્રથમવાર ગૌ કૃપા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભવ્ય કથા 6/12/21 થી 12/12/21 સુધી રાત્રે 8 થી 11 કલાક સુધી કથાનું રસપાન સાધ્વી દ્વારા કરાવવામાં આવશે. આજે સવારે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. કળશ યાત્રા સાંઈ મંદિરથી નીકળી બજેટ ફળીયુ, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તારમાં ફેરવવામા આવી હતી.

છેલ્લા 31 વર્ષથી ગૌમાતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે પદ યાત્રા કરી રહેલા ગુરુદેવ ભગવાનના પરમ શિષ્ય સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજીના સાનિધ્યમાં સાંઈ મંદિર વાંકલ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કળશ યાત્રામાં મારવાડી સમાજના અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ગૌરીવ્રત કરતી કન્યાઓને વિવિધ સંસ્થાઓ દ્વારા ફળાહાર અને સુકોમેવો આપ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની ધનજીભાઈની ચાલ વિસ્તારના એક મકાનમાં ચોરીની ઘટના, તસ્કરો થયા સીસીટીવી માં કેદ

ProudOfGujarat

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!