ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પી.એસ.આઇ અને લોક રક્ષક દળ પોલીસ વિભાગની ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ચોખવાડા ગામના નવનિર્મિત રમત મેદાનમાં પોલીસ વિભાગને લગતી ભરતીની તૈયારીઓ કરતાં યુવાઓને ડાંગના જિલ્લા પોલીસ અધિક્ષક જે.આઇ.વસાવા તથા ડાંગના જિલ્લા નાયબપોલીસ અધિક્ષક ડો.જે.જે.ગામીત દ્વારા પોલીસ વિભાગની ભરતી અંગે માહિતિ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના યુવાઓ રનિંગ કરવા માટે તૈયારી હોય પરંતુ સાથે લેખીત પરીક્ષા પાસ કરવા માટે તેના સિલેબસ મુજબ રોજેરોજની તૈયારી કરતાં રહેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે આ માઇન્ડની ગેમ છે, તેમજ રનિંગ કરશો તેની સાથે કેટલી મિનિટમાં પૂર્ણ કરી શકીએ અને પરિક્ષાની તૈયારી કરવા માટે આપણે સિલેબસ મુજબ તૈયારી કરવી જોઈએ.ચોખવાડાના નવનિર્મિત મેદાન ખાતે શાબાસ સંસ્થાના સૌજન્યથી ડી.વાય.એસ.પી દ્રારા P.S.I અને લોકરક્ષક પોલીસ વિભાગને લગતી ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આ કાર્યક્રમમાં ફિઝીકલી ચેલેન્જ ઉપાડી પ્રેક્ટીકલ ટ્રેનિગ આપી રહેલ હાલમા જ દેશની સેવામાંથી નિવૃત થયેલ EX. આર્મી રાજેન્દ્ર વસાવા, BSF જવાન વનરાજ વસાવા, ચિરપણ, શાબાસ સંસ્થાના મેનેજીગ ડાયરેક્ટર જયંતભાઇ વસાવા, નિવૃત Dy.SP એલ.વી.વસાવા, નિવૃત ડી.વાય.એસ.પી લીમજીભાઈ વસાવા, એક્શન યુવાગૃપના વિજય વસાવા અને ગામના આગેવાન મંગેશભાઇ વસાવા, પરેશભાઇ વસાવા અને તાલીમાર્થી યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફિઝીકલી ચેલેન્જ ઉપાડી તાલીમાર્થીઓને સતત તાલીમ આપી તૈયારીઓ કરાવવામાં આવી રહ્યી છે. શાબાસ સંસ્થાના મેનેજીગ ડાયરેક્ટર જયંત વસાવાએ જણાવ્યુ કે આ ઓપન અને મોટી ભરતીમાં બીજા સમાજના લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવી જવાબદારીઓ લેવા અનુરોધ કર્યો હતો. અંતે શાબાસ સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને સાહિત્યનું વિતરણનું કરવામાં આવ્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ