હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક ગ્રામપંચાયતોમાં વિકાસના કામ ચાલી રહ્યા છે. આ કામ થવાથી મતદારો પર ખૂબ મોટી મતદાન પર અસર થતી હોય ત્યારે આવા વિકાસના કામો ચૂંટણી બાદ થાય એવી માંગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હોય અમુક ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતાનો પણ અમલ થતો નહી હોય આવા કામો બંધ કરવા માટે તલાટી અને s.o ને સુચના આપી તેમજ તેમનું પેમેન્ટનું ચુકવણું સ્ટોપ કરી કડકમાં કડક આચાર સંહિતાનો પાલન થાય અને જે કોઈ કામો પૂર્ણ કરવાના હોય એ કામો ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવે એવી એક લેખિત માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી જિલ્લા કલેકટર સુરતને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement