વાંકલ – માંગરોળ તાલુકાના વાંકલ ગામે સુરત જીલ્લા નાયબ પોલીસ વડાએ શાકભાજી અને ફ્રુટના વેપારીઓ સાથે મિટીંગ યોજી વેચાણ માટે સવારે 8 થી 11 કલાક સુધીનો સમય આપવામાં આવેલ હતો. આ સમય દરમ્યાન વાંકલના બજારમાં ગ્રાહકોની ભીડ વધી જતા પોલીસતંત્ર દ્વારા ભીડ ઘટાડવાના પ્રયાસ શરુ થયા હતા. આ સંદર્ભમાં વાંકલ ગામે સુરત જીલ્લા નાયબ પોલીસ વડા સી.એમ. જાડેજા તેમજ સ્થાનિક પો.સ.ઇ. પી.એમ. આવ્યા હતા. તેમણે ગામના સરપંચ ભરતભાઇ વસાવા તેમજ ફ્રુટ અને શાકભાજી વેચતા વેપારીઓને પોલીસ મથકે બોલાવી મિટીંગ યોજી ચર્ચા વિચારણા કરી હતી, ત્યારબાદ ફ્રુટ અને શાકભાજીના વેચાણ માટે ઝંખવાવ માર્ગ ઉપર ભગવાન કરુણા સાગર મંદિરની પાછળ આવેલ જગ્યામાં વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્થળ બજારથી દુર હોવાથી વેપારીઓ તેમજ સ્થાનિક ગ્રાહકોને મુશ્કેલ પડે તેમ હોવા છતાં હાલના સમયે કોઇ વિકલ્પ ન હોવાથી વેપારીઓ દ્વારા ઉપરોક્ત સ્થળે શાકભાજી ફ્રુટનું વેચાણ કર્યું હતું.
માંગરોળ : વાંકલમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં લઈ ફ્રુટ-શાકભાજીનાં વેપારીઓ બજારથી દુર ખસેડાયા.
Advertisement