માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં કાર્યરત લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા વિકલાંગ સહાય કેમ્પનો લાભ વિસ્તારના 85 જેટલા જરૂરિયાત મંદ વિકલાંગોએ લીધો હતો.
સુરત માનવ સેવા સંઘ છાયડો સંસ્થા અને ચંદુલાલ અંબાલાલ શાહ વડાવલીવાળા પરિવારના સૌજન્યથી ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પમાં કૃત્રિમ અંગોની માપણી કરવામાં આવી હતી તેમજ અનેક પ્રકારના વિકલાંગોને જરૂરિયાત મુજબની મદદ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ સિરીષભાઈ નાયક, કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ, પ્રવીણભાઈ દેસાઈ, સંજયભાઈ મોદી, રાજુભાઈ નાયક સહિતના સેવાભાવી આગેવાનોએ કેમ્પમાં સેવા પૂરી પાડી સહયોગ આપ્યો હતો.
Advertisement
વિનોદ મૈસૂરિયા : વાંકલ