Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ એમ્બ્યુલન્સ અર્પણ કરી.

Share

આજરોજ આત્મનિર્ભર ગ્રામ વિકાસ યોજના અંતર્ગત માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે નાનીપારડી, હરસણી મુકામે 60 લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. ત્યારબાદ તાલુકા મથક માંગરોલ મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 12 લાખ 80 હજાર ફાળવી એમ્બ્યુલન્સનુ રીબીન કાપી, શ્રીફળ વધેરી, ઝંડી બતાવીને THO સમીર ચૌધરી, સુપ્રીટેડન્ટ ડો રાકેશભાઈને અર્પણ કરેલ હતી સાથે સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અથાગ પ્રયત્નોથી 62 લાખ 40 હજારના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તૈયાર થનાર ઓક્સિજન જનરેટર પ્લાન્ટનુ પણ નિરીક્ષણ કરેલ હતું.

આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ભૂમિબેન વસાવા, સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, દીપકભાઈ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, તનોજભાઇ પરમાર, વિપુલભાઈ પરમાર, ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની રોટરી ક્લબની ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીઓ માટે પ્રસંશનીય કામગીરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુગારધામો પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

સરદાર પટેલની પ્રતિમા જોઇને યોગીજીએ યુ.પી.માં રામચંદ્વની પ્રતિમા બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!