માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન્સ G.I.P.C.L એકેડમીમાં હાર્ટફુલનેસ એક્સપિરિયન્સ ઓફ લાઈફ પોટેન્શિયલ પ્રોગ્રામ યોજાયો હતો.
શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ 15 થી 20 વર્ષના બાળકો માટે ૧૬ અઠવાડિયા નો હેલ્થ પ્રોગ્રામ સર્ટીફિકેટ કોર્સનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના શિક્ષકો ઝુમ પ્લેટફોર્મ દ્વારા જોડાયા હતા. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. તેમનામાં જીવન મૂલ્યો સિંચવા તથા તેમનામાં એકાગ્રતા, ઈફેકટીવ સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા બેલેન્સ જીવન જીવવું જેવા મૂલ્યો પ્રાપ્ત કરે તે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા શીખવવામાં આવે છે. કંપનીના એમ.ડી. મેડમ શ્રીમતી વત્સલા વાસુદેવા દ્વારા શાળામાં આવો સુંદર કાર્યક્રમ અમલમાં મૂકવા બદલ શાળા એ તેમનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લાલાજી મેમોરિયલ ઓમેગા ઈન્ટરનેશનલ સ્કૂલના સંવાદદાતા ભરત માધવન હાજર રહ્યા હતા. તેમણે હાર્ટફુલનેસ મેડિટેશનની સહજ માર્ગ પ્રણાલી હેઠળ યુ એસ એ માં ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કરી, જે તેમના રોજિંદા જીવનનો એક ભાગ છે. તેઓ હાર્ટફુલનેસ એજ્યુકેશન પ્રોગ્રામના ડાયરેક્ટર પણ છે અને દેશભરની વિવિધ શાળાઓમાં કાર્યક્રમોના આયોજન અને સંચાલનમાં સક્રિયપણે સામેલ છે. તેમની સાથે વિનય ચાવડા, લતા નિગુ મેડમ નીતિ ચાવડા, હાર્ટફુલનેસ મેડિટેશનના અભ્યાસી અને ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. શાળા 3 વર્ષથી હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. અહીં, આના ભાગરૂપે, અમે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે હાર્ટફુલનેસ ટેકનિકની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી વિદ્યાર્થીઓ માટે બ્રાઇટર માઇન્ડ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ અને અભ્યાસક્રમમાં મૂલ્ય શિક્ષણ પુસ્તક -. (હાર્ટફુલનેસ વે એક્સપ્લોરિંગ ધ ઇનર ગેમ) નો સમાવેશ કર્યો છે. ધોરણ 9 થી 12 માટે હાર્ટફુલનેસ નિબંધ ઇવેન્ટ પણ યોજી હતી.
શાળાના શિક્ષકોએ હાર્ટફુલનેસ દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો જેમ કે કટોકટીમાં સ્થિતિસ્થાપકતા, હાર્ટફુલનેસ વેલનેસ વેબિનાર, ઇન્સ્પાયર, શિક્ષક તાલીમ કાર્યક્રમ, કૌશલમ- આદતોનું વિજ્ઞાન, હૃદય કાર્યક્રમ વગેરેમાં ભાગ લીધો હતો. અતિથિ તજજ્ઞો એ બાળકોને સંબોધ્યા હતા અને બાળકોને જીવન મૂલ્યો વિશે વાત કરી બાળકોને લાઈફ સ્કીલ અને મેડીટેશન અવેરનેસ વધારવી અને નિયમિતતા જાળવીને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી હાર્ટફુલનેસ કાર્યક્રમમા વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ