માંગરોળ તાલુકાના વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે રંગ જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. રંગ અવધૂતજી પરિવારના હરીશભાઈ મોદી અને તેમના ધર્મ પત્ની દ્વારા સવારે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ગોર મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં પૂજા પાઠ કરાયા હતા સાથે દત્તનામ સંકિર્તન ધૂન, દત્ત બાવની આરતી, ભજનના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રંગ પરિવારના સભ્યો નાથુભાઈ ખેંગાર, ગોટુભાઈ સુર્વે, નટુભાઈ છત્રીવાલા, પ્રવીણભાઈ દેસાઈ જગદીશ મકવાણા શિરીષભાઈ દેસાઇ, સહિતના ભક્તોએ રંગ અવધૂત મહારાજ જન્મ જયંતી ઉજવણીનો ધાર્મિક લાભ લીધો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement