માંગરોળ તાલુકાની લિંબાડા પ્રાથમિક શાળા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં લીમડા, વેલાછા, કઠવાડા, શેઠી, પાણેથા, ઘૂંટી, આસોદલા, સાવા, કંટવા, વાસોલી જેવા ગામોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ભરતભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ ખેર, માંગરોલ ટી.ડી.ઓ. ચંદ્રસિંહ પઢીયાર, નાયબ મામલતદાર પુરવઠા ગીરીશભાઈ પરમાર, સી.ડી.ચૌધરી, ડી એફ છાસટીયા, માંડવી એસ.ટી ડેપોમાંથી વિક્રમભાઈ વસાવા, કાંતુ ભાઈ ચૌધરી, રાગેણીબેન ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, પાયલબેન કંથારીયા, મોહનસિંહ ખેર (મુન્ના ભાઈ) દત્તુભાઈ વસી, ચૂંટાયેલા અધિકારી, પદાધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતા તેમજ અન્યનું સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે હાલ સેવા સેતુ કાર્યક્રમ ચાલુ છે જયારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મોહનસિંહ ખેરે કરેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ