Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે અડફેટે લેતા મોત નિપજયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર પાનેશ્વર ફળિયા નજીક રાત્રી દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને મોસાલી તરફથી આવતી કારના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત નિપજ્યું હતું.

વાંકલના પાનેશ્વર ફળિયામાં રહેતો રાજુભાઈ મનુભાઈ ચૌધરી પ્રયોજન સોસાયટી નજીક તેના મિત્ર સુધીર વસાવા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ સમયે મોસાલી તરફથી આવી રહેલ ફોર વ્હીલ બલેનો ગાડી નંબર G.J.19 B.A.1715 ના ચાલકે ગફલતભરી રીતે પૂર ઝડપે કાર હંકારી યુવકને અડફેટે લીધો હતો. યુવક રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી સારવાર માટે ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના સગા સંબંધી હિતેશભાઈ બાલુભાઈ ચૌધરીએ કાર ચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

સુરેન્દ્રનગર : યુવરાજસિંહ જાડેજા પર થયેલ કેસો પરત લેવા માગુંજી ક્ષત્રિય સમાજ તેમજ લીંબડી શહેરના વિધાર્થીઓ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી, નાની નારોલી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નવસારી : પૂર્ણા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં ડૂબ્યો, 11 ગામોના હજારો લોકોની અવરજવર બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!