Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આઇસર ટેમ્પામાંથી પોલીસે દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા પર માંગરોળ પોલીસે આઇસર ટેમ્પો અટકાવી ટેમ્પામાંથી રૂપિયા ૧૨,૪૩,૨૦૦ ના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતાં બુટલેગરોની દિવાળી બગડી છે.

ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ બાલુભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે માંડવી તરફથી એક ઇસમ આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ ઝંખવાવ તરફ આવી રહ્યો છે આ બાબતની જાણ માંગરોળના પો.સ.ઇ. એ.એ. ચાવડાને કરાતા તેઓ અન્ય પોલીસ કર્મચારીઓ હેમંતભાઈ બાવાભાઈ, મિતેશભાઇ છાકાભાઈ, અમૃતભાઈ ધનજીભાઈ, પરેશભાઈ મથુરભાઈ વગેરેની ટીમ સાથે ઝંખવાવ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવતા બાતમી અનુસાર M.H.48, A G 2250 નંબરનો આઇસર ટેમ્પો આવતા પોલીસ આ ટેમ્પો અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ જબ્બરશાહ બંડુશાહ ફકીર, મૂળ ભુસાવલ મહારાષ્ટ્રનો વતની હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત દારૂનો જથ્થો દેવીલાલ જેના નામના ઈસમે મંગાવ્યો હતો અને અંકલેશ્વર ખાતે આવેલ એકતા હોટલ પાસે ઉપરોક્ત દારૂનો જથ્થો મુકવા જણાવ્યું હતું. આ જથ્થો ભીલાડથી અંકલેશ્વર લઇ જવાતો હતો પોલીસે ડ્રાઇવરની અંગે ઝડપી લેતા રૂપિયા 6500 રોકડા મળી આવ્યા હતા તેમજ દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા ૧૮,૫૦,૨૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતમાં 4 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

ProudOfGujarat

પ્રાથમિક મિશ્ર શાળા સુડી માં આમોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદશન યોજયું

ProudOfGujarat

ભરૂચ : પોલીસ સ્ટેશન નજીક જ બાબરીના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, ચાર લોકો ઇજાગ્રસ્ત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!