માંગરોળ કોંગ્રેસ સમિતિના આગેવાનો એ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી. માંગરોળ તાલુકામાં લોક ડાઉન દરમિયાન વેપારી વર્ગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સહીત મહત્તમ ચીજવસ્તુ ઓનાં ભાવો બેફામ લેવાતા હોવાની ફરિયાદ સાથે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો એ મામલતદારને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત સહિતનાં આગેવાનો એ સુરત જીલ્લા કલેકટરને સંબોધીને લખેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં લોકડાઉન ચાલે છે. તમામ વર્ગના લોકો હાલ મુશ્કેલીમાં છે ધંધા રોજગાર બંધ છે આવા સમયે માંગરોળ તાલુકામાં વેપારીઓ દ્વારા મહત્તમ ચીજ વસ્તુઓનાં ભાવ ગ્રાહકો પાસેથી વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે. જેમાં છાપેલી કિંમત કરતા વધુ ભાવો લઈ રહ્યાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના આગેવાનોને આમ જનતામાંથી મળી રહી છે. ત્યારે કાયદા અનુસાર ગુનો કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
માંગરોળ તાલુકામાં લોકડાઉન સમયમાં વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઈ રહ્યાની ફરિયાદ ઉઠી.
Advertisement