Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલ વણકરે પી.એચ.ડી. ની પદવી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલકુમાર વણકરે પી.એચ.ડી. પદવી હાંસલ કરી વાંકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે ભૌતિકશાસ્ત્ર વિષયમાં મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે ફરજ બજાવતા ડૉ. હેમલકુમાર પિયુષકુમાર વણકર દ્વારા ભૌતિક શાસ્ત્ર વિષયમાં “ડાઇલેક્ટ્રિક એન્ડ ફિઝિકો-કેમિકલ પ્રોપર્ટીસ ઓફ બાઇનરી મિક્સચર્સ ઓફ ૩-બ્રોમોએનિસોલ એન્ડ સમ એસ્સોસિયેટીવ પોલર લિકવિડ્સ” વિષય પર શોધ મહાનિબંધ રજૂ કરતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી. ની પદવી આપવામાં આવેલ છે. આ તબક્કે કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી ડો. રાજેશ સેનમા તથા તમામ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વાંકલ: બાલદા પ્રાથમિક શાળામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની સંકલન મિટિંગ યોજાઈ

ProudOfGujarat

સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ બિસ્માર, વાહનચાલકો ત્રાહિમામ, માર્ગનું સમારકામ હાથ ધરવા લોકમાંગ ઉઠી…

ProudOfGujarat

ચક્કાજામ – ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!