અખિલ ભારતીય રમોત્સવ (આઝાદીકા અમૃત મહોત્સવ) અંતર્ગત રમતગમત અધિકારી કચેરી, સુરત પ્રેરિત સુરત જિલ્લાની અંડર ૧૯ ખોખો તેમજ કબડ્ડીની સ્પર્ધા ૨૮/૧૦/૨૧થી ૨૯/૧૦/૨૧ દરમિયાન વાત્સલ્યધામ કામરેજ ખાતે યોજાય હતી. જેમાં માંગરોળ તાલુકાની વાંકલ હાઈસ્કૂલની ટીમે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં વાંકલ હાઈસ્કૂલ અંડર ૧૯ કબડ્ડીમાં ભાઈઓની ટીમ પ્રથમ ક્રમે આવી હતી. જયારે ખોખો અંડર ૧૯ ની ટીમ રનર્સ અપ રહી હતી. રાજ્યકક્ષાએ પસંદ પામેલ વિદ્યાર્થીઓ અંડર ૧૯ ખોખોમાં ચૌધરી ભાવેશ, વસાવા હેમાંશું, ચૌધરી નિકુંજ, વસાવા સેજલ, ચૌધરી ડિમ્પલ, ગામીત ત્વીશા. અંડર ૧૯ કબડ્ડીમાં ચૌધરી સૌરવ, ચૌધરી પ્રાથિવ, ચૌધરી વિરલ, ચૌધરી પૃથ્વી, વસાવા અવિનાશ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમવા જશે તેથી શાળા ટ્રસ્ટીજ્ઞ આચાર્ય, પારસ મોદી અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement