માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે પ્રાથમિક શાળા સામે પાર્ક કરેલ કારના બોનેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસ ભાગ મચી જવા પામી હતી.
નાની નરોલી ગામે ક્લિનિક ચલાવતા મૂળ માંડવી તાલુકાના તડકેશ્વર ગામના વતની મહેન્દ્રભાઇ નરોત્તમભાઇ પટેલ હાલ સુરત અડાજણ ખાતે રહે છે અને તેઓ નાની નરોલી ગામે ક્લિનિક ચલાવવા માટે પોતાની માલિકીની એક્વા મરીન XUV કાર લઈને આવ્યા હતા અને ક્લિનિક સામે લીમડાના ઝાડ નીચે કાર પાર્ક કરી હતી આ સમયે કારના બોનેટમાં અચાનક ધુમાડો દેખાયો હતો અને ત્યારબાદ આગ લાગતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આ ઘટનાની જાણ જી.આઇ.પી.સી.એલ. ના ફાયર બ્રિગેડને કરાતા તેઓ પણ મદદ દોડી આવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાના સંદર્ભમાં હાલ કારના માલિક મહેન્દ્રભાઈ નરોત્તમભાઈએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ