Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : કઠોર કેળવણી મંડળ દ્વારા બસો ચાલુ કરવા રજુઆત કરાઇ.

Share

લીટેશ્વર મહાદેવ મંદિર નદીના કિનારે બાગ બગીચા તેમજ મુક્ત ફ્રંટ પ્રોજેક્ટ, સુરત શહેર મહાનગરપાલિકાની ઝોન ઓફિસ આવેલ છે. મહાશાળાઓમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય, વસ્તુઓની ખરીદી માટે પણ કઠોર બજારમાં લોકો આવતા હોઇ અને જીવનજરૂરિયાત જરૂરી સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ ગામો પૈકી ઉમરા વેલંજા સુધી બસો દોડાવવામાં આવે છે તો કઠોર ગામ નેશનલ ૪૮ ને અડીને આવેલું છે. એસ.ટી બસ લંબાવવા માટે કઠોર કેળવણી મંડળના પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ કાંતિલાલ મૈસુરીયાએ રજુઆત કરી છે.

કઠોરમાં સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસ પણ આવેલ છે. શહેર ગામના મહાશાળાઓમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોઇ એવા વિદ્યાર્થીઓ મુખ્યત્વે અબ્રામા, વેલંજા વિસ્તારમાંથી ચાલી આવતા હોઇ, ગરીબી રેખા નીચેના વર્ગોમાં તેઓનો સમાવેશ થતો, હોઇ તેઓને ટ્રાન્સ્પોર્ટના અભાવને કારણે હુ બહુ ઉપયોગ, છકડા, ટેમ્પો, ટ્રક, વાન જેવા ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોઇ અને તેઓ વધુ ભાડુ ચૂકવી હાડમારી ભોગવટા હોય છે. તેઓના માટે ટ્રાન્સ્પોર્ટની સુવિધા શૂન્ય અને નહિવતુ હોઇ પ્રશાસન ભૌતિક સુખસગવડો સુવિધાઓ પ્રદાન કરવામાં નિષ્ફળ નિવડી હોઇ, આ વિસ્તારના વિદ્યાર્થીઓના માતા-પિતા – વાલી વખત મૌખિક ફરિયાદો અને રજૂઆતો વારંવાર કરેલ હોવા છતાં આજદિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી. અત્રે નોંધનીય છે કે સીટી બસની સુવિધા ઉમરા, અબ્રામા અને વેલંજા ગામ પુરી પાડવામાં આવે છે. આ સદર બસને કઠોર સુધી લંબાવવાની અત્યંત આવશ્યકતા છે.

Advertisement

ઉપરોકત હકીકતો ધ્યાને લઇ અમારી શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત છે. કઠોર ગલિયારા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને વ્યાજબી દરે અને આજુબાજુના ગામના લોકોને ટ્રાન્સ્પોર્ટની સુવિધા પુરી પાડવા અને લોકોનુ જીવન હાડમારી મુક્ત અને સરળ બનાવવા મોજ ગામ – કઠોર, તા કામરેજ, જિ- સુરત ( હાલ પુસ્ત શહેર) સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થતો હોવાથી કઠોરને સીટી બસ તથા બી.આર.ટી.એસ તેમની સુવિધા તાત્કાલિક ધોરણે ચાલુ કરી પૂરી પાડવા નમ્ર વિનંતી છે,

મોજે ગામ – કઠોર, તા – કામરેજ, જિ સુરત (હાલ સુરત શહે૨) ગુજરાત સરકાર શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ – જૂન ૨૦૨૦ ના નોટીફીકેશન દ્વારા કઠોર ગામનો સુરત શહેર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સુરત જિલ્લાનું કામરેજ તાલુકાનું કઠોર ગામ જે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલુ છે. કઠોરએ કામરેજ તાલુકાના ૭૨ ગામોમા સૌથી મોટુ ગામ છે તેમજ કામરેજ વિધાનસભા – ૧૫૮ અને બારડોલી લોકસભા – ૨૩નું પણ સૌથી મોટું ગામ છે. કઠોરનો ઐતિહાસિક રીતેના બરોડા રાજયના ગાયકવાડ સરકારમાં ચાલી આવેલ હતું.

કઠોરમાં તમામ ભૌતિક સુખ સગવડો જેવી કે પોલીસ સ્ટેશન, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત હોસ્પિટલો, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર પરિવહન કોર્પોરેશનની સરકારી બસો સહિત બસ સ્ટેન્ડ, મુખ્ય પોસ્ટ ઓફિસ, સિવિલ કોર્ટ, લાયબ્રેરી,ડી.જી.વીસી.એલ (જી.ઈ.બી) ઓસ, સુરત જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગનું આરામગૃહ, ટોલ ટેક્ષ આઈ.આર.બી કેમ્પસ,પણ આવેલા છે જેથી અપડાઉન કરતા મુસાફરોને સરળતા રહે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપારડી ગામે અજાણ્યા વાહનની ટક્કરે પાંચ વીજપોલ અને વાયરો ધરાશાયી વીજ લાઇનને નુકશાનથી ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 20,21,22 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિજી કોન્ફ્રાન્સમાં આપી શકે છે હાજરી.

ProudOfGujarat

સુરત : સચિન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિસ્ટલ સાથે યુવકને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!