માંગરોળ તાલુકાના ઇશનપુર, લવેટ, ભડકુવા ગામે 45 લાખના ખર્ચે રસ્તો બનાવવાનું ખાર્તમુહૂર્ત તેમજ વડ ગામે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન વિતરણ કરાયું.
વાંકલ સાયન્સ કોલેજ ખાતે મનરેગા યોજના લાભાર્થીઓને આંબા કલમનો વિતરણનો કાર્યક્મ તેમજ વાંકલના વેરાવી ખાતે એપ્રોચ રોડ 15 લાખના અને વેરાવીથી શમશાન તરફ જવાનો રસ્તો 14 લાખના ખર્ચે બનાવવાનું ખાર્તમુહૂર્ત કરાયું. સિમોદ્રા લુવારા માર્ગ માટે અંદાજીત 170 લાખના ખર્ચે બનાવવાનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું. આસારમા વાસોલી રોડનું ખાર્તમુહૂર્ત કરાયું. અંદાજીત 36 લાખના ખર્ચે તૈયાર થશે.
બોરીદરા ગામે સીસીરોડ અને ડ્રેનેજનું ખાર્તમુહૂર્ત 1 કરોડ 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. બોરીદરાથી કોસમડી રોડનું ખાર્તમુહૂર્ત 30 લાખના ખર્ચે બનાવવામાં આવશે. બોરીદરાથી ભાદી માર્ગ 42 લાખના ખર્ચે બનાવવામાં આવશે. લીંબડા ગામે હળપતિ આવાસનું લોકાર્પણ અને ખાર્તમુહૂર્ત કરવા આવ્યું. આ તકે સુરત જીલ્લા ભાજપ મહામંત્રી દિપક વસાવા, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, અધ્યક્ષ મહાવીર સિંહ પરમાર, સુરત જીલ્લા જીલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, સિંચાઈ સમિતિના અફઝલ પઠાણ, એ.પી.એમ.સી. ના ઉપપ્રમુખ અનિલ શાહ, મહામંત્રી રમેશ ચૌધરી, માંગરોળ ભાજપ પ્રમુખ મુકુંદ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ