Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે ઈદે મિલાદુન્નબીની ખુબ જ સાદગીથી ઉજવણી કરાઈ.

Share

સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગરોલની દરગાહ ખાતે ઈદે મિલાદુન્નબીના દિવસે ખુબ જ સાદગીથી વર્તમાન ગાદી પતિ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી હાજર રહ્યા હતા. પયગમ્બર સાહેબના મુએ (બાલ) મુબારકની ઝિયારત કરાઈ હતી તેમજ સમગ્ર દેશમાં શાંતિ, ભાઈચારો, અને આ મહામારી સંપૂર્ણ દૂર થઇ જાય તે માટે આજના આ દિવસે વિશેષ દુઆ કરવામાં આવી હતી.

સમગ્ર ઝિયારત સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પેહરીને કરવામાં આવી હતી, ચાલુ વર્ષે જુલુસ ન કાઢી ખુબ જ સાદગીથી તહેવાર ઉજવવામાં આવ્યો હતો. પાલેજ મુકામે પણ મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં મુએ (બાલ ) મુબારકની ઝિયારત સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવેલ હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કચ્છના છસરા ગામમાં કુંભાર અને આહિર સમાજ વચ્ચે ભાલાથી ખેલાયું લોહિયાળ ધિંગાણું: 6 યુવાનની હત્યા

ProudOfGujarat

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

‘સાત’ વોલ્ટેર વીરૈયાની પ્રેસ મીટમાં મેગાસ્ટાર ચિરંજીવીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે કર્યું ફ્લર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!